તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વીંછિયામાં નર્મદા પાઇપ લાઈનનો વાલ્વ લીક, બીજી તરફ લોકોને પીવાના પાણીના ફાંફા

જસદણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીંછિયા તાલુકો રાજ્યના પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો મત વિસ્તાર છે. છતાં વીંછિયા તાલુકાના અમુક ગામોને નર્મદાનું પીવાનું પાણી ભર શિયાળે પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. ત્યારે વિંછીયામાં બોટાદ રોડ પર આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે છેલ્લા એક વર્ષથી નર્મદાની પાઈપલાઈનનો વાલ્વ લીકેજ છે. આ અંગે આજુબાજુના ગામના જાગૃત નાગરિકો દ્વારા પાણી પુરવઠા તંત્રના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. છતાં પાણી પુરવઠા તંત્ર દ્વારા આજદિન સુધી નર્મદાની પાઈપલાઈનના વાલ્વને રીપેરીંગ કરવા માટે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.

વિંછીયા-બોટાદ રોડ પર ખોડીયાર માતાજીના મંદિર પાસે હાલ હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ પાઈપલાઈન મારફત વીંછિયા તાલુકાના થોરીયાળી અને વાંગધ્રા ગામને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ આ પાઈપલાઈનનો વાલ્વ છેલ્લા એક વર્ષથી લીકેજ હોવાથી આ બન્ને ગામના લોકોને ભર શિયાળે પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો