તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:જસદણ-ગુંદાળા વચ્ચેથી નીકળતી નર્મદાની લાઈનમાં ભંગાણ, કલાકો સુધી પાણી વેડફાયું પણ કોઇ અધિકારી આવ્યાં નહીં

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વગર વરસાદે નદીઓ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી

જસદણના આટકોટ અને ગુંદાળા ગામની વચ્ચેથી પસાર થતી નર્મદાની પાઈપલાઈનમાં અચાનક ભંગાણ થતા રસ્તા પર ચાલતા વાહનો અને આજુબાજુની વાડીઓના માલિકોને ખૂબ જ નુકશાન થયું હતું. આ પાઈપલાઈન લાઈનમાં ભંગાણ થતા વગર વરસાદે નદીઓ વહેવા લાગી હતી.

કલાકો સુધી પાણી વેડફાયું
આ પાઈપલાઈનમાંથી કલાકો સુધી પાણી વહી રહ્યું હતું છતાં એકપણ જવાબદાર વ્યક્તિ ત્યાં ડોકાયા પણ ન હતા. જોકે કલાકો બાદ પણ આ પાઈપલાઈનમાંથી પાણી વહી રહ્યું હતું. જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા તાકીદે નર્મદાની પાઈપલાઈનમાં થયેલ ભંગાણનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી લોકોની પ્રબળ માંગણી ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...