ઉદ્દઘાટન:આટકોટમાં 200 બેડની હોસ્પિટલના લોકાર્પણમાં મોદી હાજર રહે તેવી શક્યતા

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પખવાડિયામાં યોજાનારા સમારોહની તંત્ર પાસેથી માહિતી મંગાવાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકાદ પખવાડિયામાં રાજકોટની મુલાકાતે આવે તેવા સંકેત સાંપડી રહ્યા છે. કારણ કે જસદણના આટકોટ ગામે પાટીદાર સમાજની હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ સૂચના મળી હોય તેમ કલેક્ટર તંત્ર દ્વારા હોસ્પિટલ ટ્રસ્ટ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.

આ અંગે કલેક્ટરના સુત્રોએ જણાવ્યું છે કે, જસદણના આટકોટમાં પાટીદાર સમાજ ટ્રસ્ટની 200 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં અત્યંત રાહત દરે અને સેવાકીય ભાવનાથી જ સર્જરી સુધીની સુવિધા રહેશે.

40 કરોડના ખર્ચે બની હોસ્પિટલ
વડાપ્રધાનને આટકોટમાં નવનિર્માણ પામેલી હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગને લઈને આમંત્રણ અપાયા બાદ પીએમઓ તરફથી હોસ્પિટલ સંબંધી વિગતોનું પૂછાણ કરાયું છે, તેના આધારે કદાચ વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાતો હોય તેવું માની શકાય.

જો કે સત્તાવાર રીતે સૂચના આપવામાં આવી નથી, પરંતુ વિગતોનું પૂછાણ આવતા વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાઈ શકે તેવી શક્યતા છે. ભાજપના સુત્રોએ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને આટકોટની હોસ્પીટલના ઉદ્દઘાટન માટે આંમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...