તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ:વીંછિયા નજીક સતરંગ ધામની જગ્યામાં મેદની ઊમટી, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકો પર્વની ઉજવણીમાં અને ભગવાનના દર્શન માટે એટલા તો ગુલતાન બની જતા હોય છે કે જાણે કોરોના હતો જ નહીં. - Divya Bhaskar
લોકો પર્વની ઉજવણીમાં અને ભગવાનના દર્શન માટે એટલા તો ગુલતાન બની જતા હોય છે કે જાણે કોરોના હતો જ નહીં.
  • અષાઢી બીજની ઉજવણીમાં વીંછિયા પોલીસ મૂકપ્રેક્ષક, ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા
  • હજારોની જનમેદની ઊમટી પડતા 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી, ટ્રાફિકજામ
  • રામદેવપીરના પૌરાણિક મંદિરે દર્શનાર્થે આવેલા હજારો લોકો મેળાની મોજ માણતા નજરે પડ્યા

રાજ્ય સરકાર સંભવીત કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા કડક પગલા લઇ રહી છે. ત્યારે અષાઢી બીજની ઉજવણીમાં લોકો ભાન ભૂલ્યા છે ! વીંછિયા નજીક સતરંગ ધામની જગ્યા ખાતે રામદેવપીરનું પૌરાણિક મંદિર છે. આ મંદિરે દર અષાઢી બીજે માનવમહેરામણ ઉમટી પડતું હોય છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે આ મંદિરે અષાઢી બીજે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતા જાણે કે હજારો લોકોએ ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

અધૂરામાં પૂરું આ મંદિરે દર્શનાર્થે આવેલા હજારો લોકો માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું સાવ ભૂલી જ ગયા હતા અને મેળાની મોજ માણતા નજરે પડ્યા હતા. જનમેદની ઉમટી પડતા 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી જતા ટ્રાફિક સર્જાયો હતા છતાં વિંછીયા પોલીસ તંત્ર ટ્રાફિક પર નિયંત્રણ રાખી શક્યું ન હતું અને મૂકપ્રેક્ષક બની ગયું હતું.

મંજૂરી વગર મેળાની જમાવટ જામી, ફક્ત ચકડોળ ન હતા!
સતરંગ ધામની જગ્યામાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આવે છે. ત્યારે એક તરફ કોરોના હજુ ગયો નથી. ત્યારે આ મંદિર ખાતે લોકોને મેળાવડા કરવાની કોણે છૂટ આપી તે સૌથી મોટો સવાલ બની ગયો હતો. આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું હતું કે તંત્રએ માની લીધું છે કે હવે ત્રીજી લહેર કદાચ નહિ આવે?

મંદિરમાં દ્વાર બંધ હતા છતાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ ઊમટી
સતરંગ ધામ ખાતે દર્શનાર્થે આવેલા લોકોને મંદિરમાં દર્શન કરવા માટે પગ મુકવાની પણ જગ્યા મળી ન હતી. સવારના સમયે મંદિરના દ્વાર બંધ હોવાથી ગેટની બહાર દર્શનાર્થીના ટોળેટોળા જામ્યા હતાં. હજારોની જનમેદની દર્શનાર્થે ઉમટી પડતા સતરંગ ધામની જગ્યામાં લાખો રૂપિયાની આવક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...