સ્તુત્ય કદમ:જસદણના આંબરડી ગામે સમૂહ લગ્નોત્સવ યોજાયો, 27 દંપતીનું સહજીવનપંથે પ્રયાણ

જસદણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11માં લગ્નોત્સવનું આયોજન કરી પ્રેરક દાખલો બેસાડ્યો, અત્યાર સુધીમાં 730 દીકરીને આ રીતે વળાવાઇ છે

જસદણ તાલુકાના આંબરડી ગામે કડુકા સમૂહલગ્ન સમિતિ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 27 નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. કડુકા સમૂહલગ્ન સમિતિ દ્વારા આજ દિન સુધીમાં 730 દીકરીઓના સમૂહલગ્ન કરવામાં આવ્યા છે. આ તકે પ્રીન્સીબેન ઝાપડાએ ગણિત-વિજ્ઞાનની પરીક્ષામાં રાજ્યએ કેન્દ્રમાં એવોર્ડ પ્રાપ્ત કરતા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આંબરડી મુળવાનાથ જગ્યાના મહંત ગણેશભગત, નારાયણ ભગત, ભલાભગત તેમજ ગેડીયા જગ્યાના મહંત નારણદાસબાપુ, કંધેવાળીયાના મહંત જીલુબાપુ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, જસદણ તાલુકા ભાજપના મહામંત્રી વનરાજભાઈ ખીટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સમાજના શ્રેષ્ઠીઓ કે.કે.ભરવાડ, હરિભાઈ ભરવાડ, બાવળાવાળા ગેલાભાઈ ઝાપડા, અમદાવાદવાળા આંબાભાઈ હાડગરડા, રાજકોટ ડેરીના ડાયરેક્ટર ભરતભાઈ ખેર, અંકલેશ્વરવાળા કિરીટભાઈ ભરવાડ, બાવળાવાળા વાલાભાઈ ગમારા સહિતના વિવિધ સમાજના અગ્રણીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ સમાજના શ્રેષ્ઠી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમૂહલગ્નના આયોજન નિમિત્તે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોપટભાઈ માલધારી, દેવલબેન ભરવાડ, પિયુષ મિસ્ત્રી, અર્જુન દુધરેજીયા સહિતના નામી-અનામી કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આયોજીત આ સમૂહલગ્ન સમારોહ દરમિયાન 15 થી 20 હજાર લોકોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...