તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ભાણેજને ભગાડ્યાનો ખાર રાખી મામાએ યુવકની માતાને મારી

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાધાન થયું છતાં વારંવાર હુમલો કરાતા પોલીસ તપાસ શરૂ

જસદણમાં રહેતા મહિલાના પુત્રએ અાધેડના ભાણેજને ભગાડીને લગ્ન કરી લેતાં આધેડને લાગી આવ્યું હતું અને તેણે યુવકની માતા પર ખાર ઉતાર્યો હતો. આ મુદે સમાધાન થઇ ગયું હોવા છતાં અવારનવાર આ મુદે માથાકૂટ અને હુમલા થતાં મામલો પોલીસ દફતરે પહોંચી ગયો છે.

જસદણમાં રહેતા ફરીદાબેન ફારૂકભાઈ ખેરાણીના પુત્રએ તેમની ભાણેજને ભગાડીને લગ્ન કર્યાનો ખાર રાખીને તેના મામા અમીન ખીમાણી અને તેની સાથેના બે વ્યકિતઓએ હુમલો કરતા ફરીદાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા ફરીદાબેન ફારૂકભાઈ ખેરાણી(ઉ.વ.46) ના પુત્રએ છ મહિના પહેલા રાજકોટની યુવતી સાથે લવમેરેજ કરી લીધા હતા. જે લોકો ત્રણ માસ ફરાર રહ્યા બાદ જસદણ રહેવા આવી ગયા બાદ યુવતીના મામા અમીન ખીમાણી સહિતના લોકો તેમની ભાણેજને ભગાડી ગયાનો ખાર રાખીને અવારનવાર ફરીદાબેન ખેરાણીના પરિવાર પર હુમલો કરતા હતા.

આ બનાવ અંગે ફરીદાબેનના જણાવ્યા મુજબ, તેમના પુત્રએ અમીન ખીમાણીના ભાણેજ સાથે લગ્ન કર્યા બાદ સમાધાન પણ થઈ ગયું હતું. છતાં ગત તા.30 ના રોજ અમીન અને તેની સાથેના અન્ય વ્યકિતઓએ મારા પર અને મારી પુત્રી પર લોખંડના સળીયા વડે હુમલો કરી મારમાર્યો હતો. જે બનાવ બાદ ઈજાગ્રસ્ત ફરીદાબેનને રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આ હુમલાના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...