તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સમઢિયાળામાં ઉદ્ઘાટનમાં નેતાઓએ માસ્ક ગળે પહેર્યું, સામાજિક દૂરી ભૂલ્યા

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 કરોડના ખર્ચે 66 કે.વી. સબ સ્ટેશનના લોકાર્પણમાં આગેવાનોની બેદરકારી

વીંછિયા તાલુકાના સમઢીયાળા ગામે 66 કે.વી. સબસ્ટેશનનું કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા, લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ડો.મહેન્દ્ર મુજપરા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વીંછિયા તાલુકાના સમઢીયાળા ગામમાં રૂ.5 કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા 66 કે.વી. સબસ્ટેશન ઉભું કરાતા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ સબસ્ટેશન હેઠળ આવતા વીંછિયા તાલુકાના સમઢીયાળા, ગોરૈયા, નાનામાત્રા, કસવાળી અને ગંગાજળ સહિતના 5 ગામમાં વીજળી મળશે. પરંતુ હજુ કોરોના સાવ ગયો નથી અને લોકોએ કોરોના વાયરસથી બચવા માટે હજુ પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ અગત્યનું છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના નેતાઓએ માસ્ક ગળે રાખ્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી ગયા હતા. એક બાજુ પાવરધું પોલીસ તંત્ર સામાન્ય લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે હજારો રૂપિયાનો દંડ ફટકારે છે. તો શું આ નેતાઓ પાસેથી હવે પોલીસ તંત્ર માસ્કનો દંડ વસુલી કાયદેસરની કાર્યવાહી કરશે કે નહી?

અન્ય સમાચારો પણ છે...