જસદણની શિવનગર સોસાયટીને જોડતા પુલની એક સાઈડમાં કોઈપણ પ્રકારની દીવાલ કે રેલીંગ ન હોવાથી એસ.ટી.માં ફરજ બજાવતા વિનુભાઈ ઠાકરશીભાઈ દુમાદિયાનું બાઈક સ્લીપ થતા તેઓ બાજુમાંથી પસાર થતી ગાંડી વોકળીમાં ખાબક્યા હતા. બનાવની જાણ રહીશોને થતા લોકોએ રેસક્યુ ઓપરેશન હાથ ધરી ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યા.
ચાર જ માસમાં પુલના આવા બેહાલ
4 મહિના પહેલા જ આ પુલ બન્યો છે અને પાલિકાના પાપે અધૂરું કામ મૂકી પાલિકા ભાગી ગઈ છે. અહીં અવારનવાર અકસ્માત થાય છે. હવે ક્યાં સુધી આવી પાલિકાની બેદરકારી ચાલશે? અમે તો સભાન અને જાગતા રહીએ છીએ, તંત્ર ક્યારે જાગશે? > વિજયભાઈ ચૌહાણ, રહીશ
ટેન્ડરિંગમાં દીવાલનો ઉલ્લેખ ભૂલાઇ ગયો
જ્યારે આ પુલ બનાવવામાં આવ્યો હતો ત્યારે એન્જિનિયર આ પુલની રેલીંગ કે દીવાલને ટેન્ડરમાં લેવાનું ભુલી ગયા હતા અને તેના લીધે શિવનગરના લોકોને આ પુલથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાના અધિકારીઓ વહેલી તકે જાગે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.