ચૂંટણી ખર્ચ:કુંવરજીએ 4 દી’માં 3.58 લાખ ખર્ચ્યા, ભોળાભાઇએ 7 દી’માં 1.30 લાખ વાપર્યા

જસદણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જસદણ બેઠકના ત્રણેય ઉમેદવારે ચૂંટણી ખર્ચની વિગતો આપી

જસદણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ જસદણના ચૂંટણી અધિકારી રાજેશ આલ સમક્ષ ચૂંટણી ખર્ચ રજૂ કર્યા હતા. જેમાં જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ તા.14 થી 17 સુધીનો કુલ રૂ.3,58,180 નો ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં ફોર્મ ભરવાના દિવસે 1720 વ્યક્તિનો રૂ.110 મુજબનો ભોજનનો ખર્ચ રૂ.1,89,200, ખુરશીનું ભાડું રૂ.8600, મંડપ સર્વિસના રૂ.15,380, રેલીમાં ચા-પાણીના રૂ.7500, પ્રચાર માટેની ગાડીમાં પેટ્રોલ-ડિઝલનો ખર્ચ, ડીજેનો ખર્ચ, ઉમેદવારી કરવાની ડિપોઝીટ વગેરે દર્શાવવામાં આવ્યા છે.

જ્યારે જસદણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે તા.10 થી 17 સુધીનો કુલ રૂ.1,30,330 નો ખર્ચ રજૂ કર્યો છે. જેમાં ફોર્મ ભરવાના દિવસે 300 વ્યક્તિનો નાસ્તાનો ખર્ચ રૂ.21,000, ચા-પાણીના રૂ.4000, સાઉન્ડ સિસ્ટમના રૂ.3000, મંડપ સર્વિસના રૂ.9000, પેટ્રોલ-ડીઝલ ખર્ચ રૂ.5000, બેનર ખર્ચ રૂ.8000, ડીજેનો ખર્ચ, ચૂંટણી ડીપોઝીટ વગેરે દર્શાવવામાં આવ્યા છે.

સાથોસાથ જસદણ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણાએ પેટ્રોલ-ડીઝલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ વગેરે મળી કુલ રૂ.40,569 નો ખર્ચ, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજીભાઈ ડાંગરે ડીપોઝીટ તેમજ નોટરી મળીને કુલ રૂ.12,500 નો ખર્ચ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરાએ રૂ.3300 ભોજન ખર્ચ, સ્ટેશનરી નોટરી ડીપોઝીટ વગેરે મળીને કુલ રૂ.21,240 નો ખર્ચ રજૂ કર્યો હતો.જો કે અહીં સવાલ એ થાય છે કે, ઉપરોક્ત જે તે પાર્ટીના ઉમેદવારોએ નિયમ મુજબ ભલે ખર્ચ રજૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...