તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બાળકો બાબતે બોલાચાલીનો ખાર રાખી યુવાન પર હુમલો

જસદણ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છરી, ધારિયાથી તૂટી પડતાં જસદણના યુવકને ઇજા

જસદણમાં પોલારપર રોડ પર આવેલા શકિતનગર ખાતે રહેતા કમુબેન માનસિંગભાઈ મકવાણાએ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સુનિતાબેન રવજી ચોવસીયાએ ફરિયાદી કમુબેનના પુત્ર સુભાષની આંખમાં મરચાની ભૂકી છાંટીને હુમલો કર્યો હતો. જ્યારે સુનિતાબેનના પતિ રવજીભાઈ ચોવસીયાએ તેમજ તેના ભાઈ હરેશભાઈ ધનાભાઈ ચોવસીયાએ છરીથી અને તેના અન્ય એક ભાઈ સુરેશભાઈ ધનાભાઈ ચોવસીયાએ લોખંડના પાઈપ વડે સુભાષ માનસિંહભાઈ મકવાણા ઉપર હુમલો કર્યો હતો. સાથોસાથ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ હુમલાના બનાવમાં સુભાષને માથામાં, હાથ, પગ સહિતના શરીરના અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર માટે જસદણ સિવિલમાં તેમજ વધુ ગંભીર ઈજા હોવાથી વધારે સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસ પૂર્વે ઈજા પામનાર યુવાન સુભાષ મકવાણા અને તેના પત્નીને સામાવાળા સુનિતાબેન ચોવસીયા સાથે બાળકો બાબતે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખીને એકસંપ થઈને ચોવસીયા પરીવારે સુભાષ ઉપર હુમલો કર્યો હતો. હાલ આ હુમલાના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ મથકના પીએસઆઈ જે.એચ.સીસોદીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો