તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાન:ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર રૂ.1.25 લાખનો કળશ અર્પણ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શુક્લ પરિવારનું સન્માન. - Divya Bhaskar
શુક્લ પરિવારનું સન્માન.
  • શિહોરના શુક્લ પરિવારને ઘેલા સોમનાથ દાદામાં અપાર શ્રદ્ધા અને આસ્થા છે

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને મહાત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. જેથી ભાવનગરના શિહોર ખાતે રહેતા ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રહ્મસમાજના પ્રમુખ તેમજ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી અજયભાઈ શુકલ અને તેમના પરિવારે જસદણ નજીક બિરાજમાન ઘેલા સોમનાથ દાદાના મંદિરે શિખર ઉપર કળશ અર્પણ કરી ભારત દેશ કોરોનામુક્ત બને તે માટે પ્રાર્થના કરી હતી. આ કળશ અર્પણ કરનાર અજયભાઈ શુકલ હર હંમેશ ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર રહે છે.

ત્યારે જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તેમના પિતા સ્વ.ગજુદાદાના સ્મરણાર્થે શિખર ઉપર કળશનું રૂ.1.25 લાખથી પણ વધુની કિંમતનું મુખ્ય શિખર ધાર્મિક વિધિ વિધાન પૂર્વક અર્પણ કર્યું હતું. આ પ્રસંગે શિહોરનો શુકલ પરિવાર હાજર રહી કળશ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ તકે મંદિર ટ્રસ્ટ તરફથી ડે.કલેક્ટર પ્રિયાંક ગલચર, મામલતદાર પારસ વાંદા, ના.મામલતદાર કાછડિયા મંદિરના વહીવટદાર મનુભાઈ શીલુ તેમજ પૂજારી હસુભાઈ જોષી દ્વારા અજયભાઈ તથા શુકલ પરિવારનો આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...