કલા મહાકુંભ:જસદણ તાલુકાની ક્રિષ્ના સ્કૂલ ખાતે જસદણ-વીંછિયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

જસદણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની અલગ-અલગ શાળાના 457 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો

જસદણની ક્રિષ્ના સ્કૂલ ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ-ગાંધીનગર આયોજીત જીલ્લા યુવા વિકાસ અધિકારી-રાજકોટ કચેરી તેમજ જસદણ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સયુંકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત જસદણ-વિંછીયા તાલુકા કક્ષાનો “કલા મહાકુંભ” યોજાયો હતો.તાલુકા કક્ષાની જુદી-જુદી 14 સ્પર્ધામાં જસદણ-વિંછીયા તાલુકાની અલગ-અલગ શાળાના 457 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટથી પધારેલ આર.એલ.લકુમ, આર.કે.ચૌધરી, જસદણ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, હિતેશભાઈ રામાણી, જયેશભાઈ ઢોલરીયા, ક્રિષ્ના સ્કૂલના સંચાલક દિલીપભાઈ રામાણી અને ચંદ્રેશભાઈ છાયાણીએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. આ તકે ક્રિષ્ના સ્કૂલના સંચાલક દિલીપભાઈ રામાણી, ચંદ્રેશભાઈ છાયાણી, નિલેશભાઈ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા. આ તકે રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી એસ.વી.દિહોરાએ કલા મહાકુંભમાં ભાગ લેનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...