બેદરકાર તંત્ર:સાણથલીમાં જ્યોતિગ્રામ યોજના માત્ર કાગળ પર જ !, ખેતીવાડી ફીડરમાં બેદરકારીની ફરિયાદ

સાણથલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

જસદણના સાણથલી ગામમાં છેલ્લા એક મહિનાથી પીજીવીસીએલની વાસાવડ ઓફિસ દ્વારા ગંભીર બેદરકારીને કારણે જ્યોતિ ગ્રામ યોજના માત્ર કાગળ ઉપર જ હોય એવું દેખાઇ રહ્યું છે તેમજ વાસાવડ સબ ડિવિઝનમાં મોટાભાગના વિસ્તારોમાં જેમાં જ્યોતિગ્રામ તેમજ ખેતીવાડી ફિડરોમાં ભયંકર બેદરકારી રાખીને કામગીરી થતી હોવાથી લોકો ખૂબ જ હેરાન છે.

આ બાબતે સ્થાનિક પીજીવીસીએલ તંત્ર દ્વારા કોઈપણ વ્યવસ્થિત કામગીરી થતી ન હોવાથી સાણથલીના લોકોને માનસિક ત્રાસ આપીને આખા દિવસ દરમિયાન અવારનવાર લાઈટ જતી હોવાથી પ્રજા હેરાન છે, સાંજના ૭ થી ૧૦ દરમિયાન જ્યારે હાલની ખેતીની સિઝન હોવાથી ખેડૂતો મજૂરો અને વેપારીઓ જ્યારે ઘરે હોય ત્યારે અને વેપાર ધંધો કરવાના હોય તે દરમિયાન લાઈટ આવક જાવક શરૂ થઈ જાય છે. વરસાદ હોય કે ન હોય સાણથલી ગામને લાગુ પડતા જ્યોતિગ્રામ તેમજ ખેતીવાડી ફિડર રીપેરીંગમાં તેમજ માલસામાનમાં ખૂબ જ બેદરકારી સાથે કામગીરી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...