તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:જસદણની સગીરાને ભગાડનાર તળાજાના ભેગાળીથી ઝડપાયો

જસદણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર સગીરા પણ મળી આવી, તપાસ શરૂ

જસદણ પંથકની સગીરાને ભગાડી જનાર યુવકને રૂરલ એલસીબીએ તળાજા પંથકમાંથી ઝડપી લીધો હતો અને સાથે ભોગ બનનાર સગીરા પણ મળી આવી હતી. સગીરાને ભરત રત્નભાઈ કમેજાળીયા(રહે-બાબરા) નામનો શખ્સ અપહરણ કરી ગયાની જસદણ પોલીસ મથકમાં ફરીયાદ થયા બાદ એસ.પી.મીણાએ આ તપાસ રૂરલ એલસીબીને સુપ્રત કરી હતી. જેથી રૂરલ એલસીબીના પીઆઈ અજયસિંહ ગોહિલ અને પીએસઆઈ વી.એમ.કોલાદરાની ટીમે આરોપી ભરત કમેજાળીયાનું પગેરૂ શોધતા આરોપી ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ભેગાળી ગામની સીમમાં હોવાનું ખુલતા એલસીબીની ટીમે વોચ ગોઠવી સગીરાનું અપહરણ કરનાર આરોપીને દબોચી લીધો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ. રવિદેવભાઈ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, રહીમભાઈ દલ, ભાવેશભાઈ મકવાણા, રસીકભાઈ જમોડ, નેમીષભાઈ મહેતા, પ્રણવભાઈ સાવરીયા અને પો.કોન્સ. મનીષાબેન ખીમાણીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...