તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:જસદણના નવસર્જન, જનવિકાસ ટ્રસ્ટ રાજ્યના 1000 ગામડાંમાં અનાજની કિટ વિતરણ કરશે

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટ વિતરણ કરવાનો સંકલ્પ - Divya Bhaskar
જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટ વિતરણ કરવાનો સંકલ્પ
  • આપણું ગામ કોરોના મુક્ત ગામ બને તે અભિયાનને આગળ લઈ જવા નાનકડો પ્રયાસ કરી રહ્યા છે

કોવિડ-19 ની મહામારી હવે શહેરોના બદલે ગ્રામ્ય સ્તરે વધુ જોવા મળી રહી છે. જેને ધ્યાને લઈને જસદણના નવસર્જન ટ્રસ્ટ અને જનવિકાસ દ્વારા એક નાનકડો પ્રયાસ અમલમાં લેવામાં આવ્યો છે. જોકે કોવિડના પ્રથમ લોકડાઉનમાં આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં કોવિડના બીજા તબક્કામાં મહામારી વધી છે. જેને ધ્યાને લઈને જસદણના નવસર્જન ટ્રસ્ટ અને જનવિકાસના સહયોગથી રાજ્યના 1000 ગામોમાં આ કીટ સ્વયંસેવકોને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનથી ગામડાઓમાં જે બીમાર હોય તેને પ્રાથમિક મદદરૂપ થાય તેવા હેતુથી આ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. દર્દીઓઓનું ઓક્સિજન, તાપમાન માપી શકીએ તેમજ નાસનું મશીન, પેરાસીટોમોલ દવા, કોવિડ-19 વિશે પ્રાથમિક સમાજની નાની પુસ્તિકા, સેનેટાઈઝર, ફુગ્ગા, પોસ્ટરો અને બેગ આપીને આપણું ગામ કોરોના મુક્ત ગામ બને તે અભિયાનને આગળ લઈ જવા નાનકડો પ્રયાસ કરી રહ્યા છે તેવું નવસર્જનના મંજુલાબેન મકવાણા તેમજ ડાયાભાઈ દાફડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...