મેઘતાંડવ:જસદણનો જીવાદોરી સમાન આલણસાગર ડેમ ઓવરફ્લો થવામાં 2 ફૂટ બાકી

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરને પાણી પુરુ પાડતા બાખલવડ ગામે આવેલા આલણસાગર ડેમમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાનના ભારે વરસાદને લીધે 6 ફૂટ નવા નીરની આવક સાથે ડેમની જળ સપાટી 30 ફૂટે પહોંચી હતી. આ ડેમ 32 ફૂટે ઓવરફ્લો થતો હોય છલકાવામાં માત્ર 2 ફૂટ બાકી છે. હજુ પણ પાણીની આવક ચાલુ હોય આગામી દિવસોમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. જસદણ શહેરને 2 વર્ષ ચાલે તેટલી જળરાશી એકત્ર થઈ ગઈ હોય જસદણ પંથકના લોકોમાં આનંદની લાગણી ફેલાણી છે.

અન્ય સમાચારો પણ છે...