તસ્કર ત્રાટક્યા:જસદણનો પરિવાર ઋષિપાંચમ કરવા ગયો ને તસ્કરો ત્રાટક્યા, 3.65 લાખની મતાની ચોરી

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણના ખાનપર રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા કાળુભાઈ મોહનભાઈ ખાખરીયા (ઉ.વ.40) નામના યુવાને તેમના મકાનમાંથી રૂ.3.65 લાખના દાગીના અને રોકડની ચોરી થયાની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જો કે આ મામલે જસદણ પોલીસ મથકના પીઆઈ કે.જે.રાણા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવમાં કાળુભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા કુટુંબ પરીવાર સાથે રહું છું અને જસદણની તરગાળા શેરીમાં પ્લાસ્ટીકની ઘર વપરાશની ચીજ વસ્તુનો વેપાર ધંધો કરું છું. મારે સંતાનમાં એક દિકરો છે. જે અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે. હું નવ ધોરણ સુધી ભણેલો છું.

ગત તા.10 ના રોજ મારા સસરા જાગાભાઈ લાખાભાઈ ખુંટ(રહે-ઉંટવડ) ની ઋષિપાંચમ હોય જેથી હું તથા મારી પત્ની તે દિવસે સાંજના પાંચેક વાગ્યે જસદણથી બાબરા તાલુકાના ઉંટવડ ગામે ગયેલ હતા અને અમારા ઘરે લોક મારી ચાવી અમારા પાડોશી વિનુભાઈ રવજીભાઈ રામાણીના ઘરે રાખેલ હતી. અમારે ગમે ત્યારે બહાર જવાનું થતું હોય તો ચાવી ત્યાં વિનુભાઈના ઘેર જ રાખતા હતા અને અમો તા.10 થી આજદીન સુધી મારા સસરાના ઘેર ઉંટવડ રોકાયા હતા.

ત્યારબાદ અમારા પાડોશી વિનુભાઈ રામાણીનો ફોન આવેલ અને વાત કરેલ કે તમારા મકાનનો આગળનો સેફટી દરવાજો ખુલ્લો હતો અને નિતિનભાઈના મકાન ઉપર જઈને જોયું તો તમારા રૂમનો દરવાજો તુટેલો લાગ્યો હતો તેમ વાત કરેલ હતી. જેથી મેં મારા મોટાભાઈ વલ્લભભાઈ જે જસદણ રહેતા હોય. જેથી તેને આ વાત કરી હતી અને તેમને મારા મકાને જઈ તપાસ કરવા જાણ કરી હતી. જેથી તે મારા મકાને ગયા હતા અને ચોરી થયાની જાણ કરી હતી.

આથી અમે બન્ને પતિ-પત્ની ઉંટવડ ગામેથી તુંરત જ નિકળી જસદણ અમારા ઘરે આવી ગયા હતા અને સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ.3.65 લાખની મત્તા કોઈ ચોરી કરી ગયાનું જાણવા મળતા જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ કે.જે.રાણા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...