કાર્યવાહી:જસદણ પાસે વિદેશી દારૂ ભરેલું મેટાડોર ઝડપાયું, આરોપી ફરાર

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOG અને LCBની કાર્યવાહી, રૂ.4,79,700નો મુદ્દામાલ કબજે

જસદણ નજીકથી રૂરલ એસઓજી અને એલસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલુ મેટાડોર ઝડપી લીધું હતું. જોકે મેટાડોરનો ચાલક પોલીસને જોઈ મેટાડોર રેઢુ મુકી નાસી છૂટતા શોધખોળ હાથ ધરાઈ હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ એસ.ઓ.જી. અને એલ.સી.બી. ટીમ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, હિતેષભાઈ અગ્રાવત અને પોલીસ કોન્સ. રણજીતભાઈ ઘાધલને બાતમી મળી હતી કે ધીરૂ ગોસાઈ (રહે-બોઘરાવદર,તા-જસદણ) નામનો શખ્સ પોતાના કબ્જા ભોગવટાના ટાટા 407 રજી.નં. GJ-03AV-8492 માં વિંછીયા તરફથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ભરીને નિકળવાનો છે.

જેથી એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે મળેલ બાતમીના આધારે જસદણ નજીક વોચ ગોઠવી બાતમીવાળું મેટાડોર નીકળતા તેને અટકાવી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-599 અને મેટાડોર મળી કુલ રૂ.4,79,700 નો મુદ્દામાલ મળી આવતા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મેટાડોરનો ચાલક ધીરૂ ગોસાઈ પોલીસને જોઈ મેટાડોર રેઢુ મુકી નાસી છૂટતા પોલીસે તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...