જસદણમાં પીવીજીસીએલએ પોતાના બાકી નીકળતાં વીજ બીલ અંગે આકરું વલણ દાખવતા બાકીદાર ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે. જસદણ વીજ તંત્રના નાયબ ઈજનેર તરીકે આર.એસ.ચૌધરીની નિયુક્તિ બાદ તંત્ર દ્વારા લેણાંની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં રૂપિયા 35,84,509 તાત્કાલિક ધોરણે ભરવાનું પાલિકાને જણાવાયું છે.
આ મામલે વીજ તંત્રના નાયબ ઈજનેર આર.એસ.ચૌધરીએ જણાવ્યું હતું કે, જસદણ પીજીવીસીએલ જૂદા-જૂદા વિસ્તારોમાં વીજ ગ્રાહકો પાસે અંદાજિત રૂપિયા 5 કરોડથી વધુ રકમ વીજ બિલ પેટે માંગે છે. તે પૈકી જસદણ નગરપાલિકા અને 2800 શહેરીજનો ઉપરાંત 1100 જેટલા ખેતીવાડીના ગ્રાહકો પાસેથી અમારી લેણી રકમ નીકળે છે. જો આ રકમ વહેલી તકે ભરપાઈ નહી કરે તો અમે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરીશું. હાલ વીજ કંપની દ્વારા ઉઘરાણીનો સિલસિલો યથાવત રહેતા વીજ બિલ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.