તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ પર બ્રેક:જસદણ પાલિકાએ પગાર ન ચૂકવતા કર્મીઓના ધરણાં, એક માસથી પગારથી વંચિત કામદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

જસદણ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વેક્સિન ન લીધી હોવાથી પગાર અટકાવ્યો હોવાની કર્મીઓને શંકા

જસદણ નગરપાલિકાના સફાઈ કામદારો કોરોના વોરિયર્સ બનીને શહેરભરને સ્વચ્છ રાખી પ્રજાને કોરોનાથી બચાવવાના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ જસદણ પાલિકાના સફાઈ કામદારોને પાલિકા દ્વારા ગત મહિનાનો પગાર ચુકવવામાં આવ્યો ન હોવાથી સફાઈ કામદારો રોષે ભરાયા હતા અને સાવરણા લઈ કચેરી સામે બેસી ગયા હતા. જો કે આ સફાઈ કામદારોને પાલિકા દ્વારા પગાર ન ચુકવવા બાબતે કોરોના વેક્સિન ક્યાંક કારણભૂત હોય તેવી સફાઈ કામદાર આગેવાન અને સેનિટેશન સુપરવાઈઝર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા હતા.

કર્મીઓએ વેક્સિન નથી લીધી એટલે પગાર અટકાવ્યો?
પાલિકાના કાયમી કર્મચારીઓના પગારો ગત તા.1 ના કરી દેવામાં આવ્યા છે. પણ સફાઈ કામદારો, રોજમદારો કે કોન્ટ્રાક્ટરોના પગાર હજુ સુધી કરવામાં આવ્યા નથી. અમને એવું લાગે છે કે પાલિકાના કર્મચારીઓએ કોરોનાની વેક્સીન નથી લીધી તેના કારણે પગાર અટકાવી દેવામાં આવ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે. - જીતુભાઈ બારૈયા, પ્રમુખ સમસ્ત ગુજરાત વાલ્મીકી સમાજ

સહી હજુ બાકી છે
અમે કોઈ સફાઈ કામદારોનો પગાર અટકાવ્યો નથી. ચીફ ઓફિસરની સહીના વાંકે બાકી છે. કાયમી કર્મચારીઓના પગાર કરી દીધા છે. કોરોના વેક્સિનને લીધે કોઈના પગાર અટકાવ્યા નથી. - સંજયભાઈ ડાભી, હેડક્લાર્ક,પાલિકા

પગાર અટકાવવાનું કારણ?
કોન્ટ્રાક્ટ બેઝના કોઈપણ કર્મચારીનો પગાર હજુ સુધી ચુકવવામાં આવ્યો નથી.સફાઈ કામદારો અમને કહે છે કે અમે જસદણ શહેરને સ્વચ્છ રાખવા માંગણીએ છીએ તો ટાઈમે પગાર કેમ નથી ચૂકવાતો. એ સવાલ સહેજે ઉઠે જ. - પ્રતાપભાઈ ખાચર, સેનિટેશન સુપરવાઈઝર, પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો