પાલિકા vs પીજીવીસીએલ:જસદણ પાલિકાએ 16.5 લાખ ન ભર્યા, વીજતંત્રે 45 સ્ટ્રીટલાઇટ જોડાણ કાપ્યા

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડ કરીને શહેરના મુખ્ય ચોકમાં શરૂ કરવામાં આવેલી હાઇમાસ્ટ લાઇટ ફરીથી શો પીસ બની જશે, લોકો અંધારે અટવાશે. - Divya Bhaskar
માંડ કરીને શહેરના મુખ્ય ચોકમાં શરૂ કરવામાં આવેલી હાઇમાસ્ટ લાઇટ ફરીથી શો પીસ બની જશે, લોકો અંધારે અટવાશે.
  • વીજ કર્મીઓએ કનેક્શન્સ કાપવાની શરૂઆત કરી દેતાં પાલિકા ભીંસમાં
  • પાણીના 6 કરોડ ભરવાના બાકી, જો નહીં ભરાય તો નળ જોડાણ કપાશે

જસદણ નગરપાલિકા પાસે PGVCL તંત્ર વીજબીલ પેટે અંદાજે રૂ.5.23 કરોડથી વધુ રકમ માંગતુ હોવા છતાં પાલિકા દ્વારા બાકી બીલની રકમ હજુ સુધી ભરપાઈ કરવામાં આવી નથી. જસદણ નગરપાલિકા તંત્ર લોકો પાસે વિવિધ વેરાઓ ઉઘરાવવામાં તો ખુબ જ માહેર છે. છતાં કોઈ કારણોસર PGVCL તંત્રનું પૂરતું બિલ ન ભરતા હોવાથી PGVCL તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં જસદણ નગરપાલિકામાં કુલ 45 સ્ટ્રીટલાઈટ કનેકશન આવેલા છે. જે પેટે પાલિકાનું રૂ.16.5 લાખનું વિજબીલ ભરવાનું બાકી હતું.

જોકે PGVCL તંત્ર દ્વારા પાલિકાના સક્ષમ અધિકારીને વારંવાર લેખિત નોટીસ અને રૂબરૂ મુલાકાત કરી બાકી વીજબીલ ભરી દેવા વિનંતી કરાઈ હતી. છતાં આજદિન સુધી નગરપાલિકા તંત્ર દ્વારા બાકી બિલની રકમ ભરવામાં નહી આવતા PGVCL તંત્ર દ્વારા શનિવારે બપોરે 12 વાગ્યાથી તમામ વીજ કનેકશન કાપવાની શરૂઆત કરતા રાત્રીના સમયે શહેરભરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારે હવે એ જોવું રહ્યું કે, જસદણ નગરપાલિકાના સક્ષમ અધિકારીઓ પ્રજા પાસેથી તગડો વેરો તો વસુલે છે. પણ શહેરીજનોને ફરી રાત્રીના સમયે ક્યારથી રાતના અજવાળા કરી આપવામાં આવશે તે એક સવાલ બની ગયો છે.

અમારી નોટિસને ગંભીરતાથી ન લેવાઇ તેનું આ પરિણામ|
જસદણ નગરપાલિકામાં કુલ 45 સ્ટ્રીટલાઈટના કનેકશનો આવેલા છે. જેઓને વારંવાર લેખિત નોટીસ તથા વારંવાર તેમના સક્ષમ અધિકારીને રૂબરૂ મળવા છતાં તેમની બાકી રકમ રૂ.16.5 લાખ બાકી રહેતા અમારે નાછૂટકે તેઓના કનેક્શન કાપવાની ફરજ પડી છે. અમે બપોરે 12 વાગ્યાથી તમામ કનેકશનો કાપવાની શરૂઆત કરી દીધી છે.

જસદણ નગરપાલિકાનાં પાણીના કનેક્શનની પણ આશરે રૂ.6 કરોડ જેવી માતબર રકમ બાકી છે. આ બાબતમાં હાલની છેલ્લી સંકલનની મીટીંગમાં અમારા સક્ષમ અધિકારી દ્વારા ચીફ ઓફિસરને પાણીનું બાકી બીલ ભરી દેવા વિનંતી કરવામાં આવી હતી. છતાં હજુ સુધી તે બીલ ભરાયું નથી. જેથી આગામી સમયમાં અમારા સક્ષમ અધિકારી દ્વારા તેના પર પગલા લેવાનું કહેવામાં આવશે તો તેના પર અમે પગલા ભરીશું.-એ.ડી.સૈયદ, નાયબ ઈજનેર, PGVCL,જસદણ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...