આને કહેવાય દોઢ ડહાપણ:જસદણ પાલિકાએ ભાદર નદીમાં આવેલી ગાંડી વેલને JCBથી કાઢવા માટે પુલની રેલિંગ તોડી નાંખી

જસદણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જસદણમાં થોડા સમય પહેલાં પડેલા અનરાધાર વરસાદના પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી ભાદર નદીમાં ઘોડાપુર આવતા નદીમાં છેલ્લા ઘણા સમયથી સામ્રાજ્ય જમાવી બેઠેલી ગાંડીવેલનો સફાયો થયો હતો. જો કે આ કામ પાલિકા તંત્રએ કરવાનું થતું હતું. પરંતુ કુદરતે કરામત કરી ત્યાં સુધીમાં ભાદર નદીમાં ખડકાયેલી ગાંડીવેલને પાલિકાએ નહીં હટાવતા કુદરતે હટાવી આપી હતી.

જો કે બાદમાં જવાબદારોને ડહાપણ સુઝતા ગાંડીવેલને જેસીબીની મદદથી દુર કરવાનો પ્રયાસ કરાયો હતો. આ કામગીરી દરમિયાન ગાંડીવેલને જેસીબીની મદદથી દુર કરવા માટે ભાદર નદી પરના પુલની રેલીંગને જ તોડી નાખવામાં આવતા જાગૃત નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે. હાલ ભાદર નદી પરના પુલની રેલીંગ તૂટેલી હાલતમાં હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જેથી પાલિકાના જવાબદારો દ્વારા તાત્કાલિક રેલીંગનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવું શહેરના જાગૃત નગરજનો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...