તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જસદણ પાલિકાને ડિસિલ્ટ મશીન તો આપી દીધા, ગટરની વ્યવસ્થા ન સુધરી!

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાન્ય રિપેરિંગના અભાવે મશીનોનો ઉપયોગ થતો ન હોઇ ધૂળમાં રગદોળાય છે

ભારત સરકારે 2001 થી સ્માર્ટ ગુજરાત-ડિજિટલ ગુજરાતના બણગાંઓ તો ખુબ જ aફુંક્યા. પરંતુ હજુ ગુજરાતની અનેક નગરપાલિકાઓ હાલ પણ સ્વચ્છતાના નામે ક્યાંકને ક્યાંક ઉણી ઉતરી રહી છે. નગરપાલિકાઓ પાસે અનેક સવલતો હોવા છતાં ભૂગર્ભ ગટરનું નબળું કામ તેમજ તળાવ નજીકની ગંદકીઓ દુર્ગંધમાં ફેરવાઈ ગઈ છે. પાણી છોડ્યા બાદ અનેક ભૂંગળાઓ તૂટ્યા-ફૂટ્યા હોય છે તેમજ ગટરના પાણી સ્વચ્છ પાણી સાથે મિલાપ થઈ જતા હોય છે. ત્યારે જસદણના લોકો માટે હાલ આરોગ્ય તેમજ રોગ પ્રતિકારક શક્તિઓ વધારવા માટેના અવરોધો વધતા જતા હોય તેવું લાગી રહ્યું છે.

અહી જસદણની લાગતી વળગતી અમુક શેરીઓને બાદ કરતા અનેક જગ્યાએ ભૂગર્ભ ગટર વ્યવસ્થા તેમજ પેવરબ્લોક તો સમજ્યા પરંતુ સારા રોડની પણ અવસ્થા જ જાણે જોવા મળી રહી છે. ત્યારે અધૂરામાં પૂરું જસદણ નગરપાલિકામાં લાખો રૂપિયાના ખર્ચે મજૂરો રાખ્યા વગર જ ગટરનો ગાળ કાઢવાનું અનેક ગણું કામ ખેંચી કાઢતા આ ડિસીલ્ટ મશીનો છેલ્લા ઘણા સમયથી ડિફોલ્ટર થઈ ગયા છે. શું આ મશીન ફોલ્ટ વાળા જ રહેશે કે તેનો ઉપયોગ કરવામાં આવશે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો