તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી પર સવાલ:જસદણ-આટકોટ ફોરલેન પર લટકે છે જીવંત વાયર

જસદણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PGVCLની આવી પ્રી-મોન્સૂન કામગીરી !

જસદણમાં વીજપોલ પર લગાવેલી ફયુઝ પેટીઓ ખુલ્લી જોવા મળી રહી છે. અમુક પેટીઓ જમીનથી બે થી ત્રણ ફુટના અંતરે જ હોવાથી પસાર થતા લોકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. જસદણમાં અનેક વિસ્તારોમાં રસ્તાની નજીક વીજ વિભાગની ફ્યુઝપેટી બોક્સ વગર થાંભલા સાથેની ડીપી પાસે લગાવી દેવાતા મૂંગા-પશુઓ અને લોકો માટે જીવલેણ બનવાનો ભય સેવાઈ રહ્યો છે.

સાથોસાથ વીજપોલ, ડીપીઓ પર ચઢી ગયેલા વેલાઓ વીજ કંપનીની લાલીયાવાડીની પોલ ખોલી રહ્યા છે. ત્યારે જસદણ-આટકોટ ફોરલેન રોડની અડોઅડ ઘણા સમયથી ખુલ્લી વિજપેટી જોવા મળી રહી છે. છતાં વીજતંત્ર પ્રિમોન્સુન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હોવાનો દાવો કરી રહ્યું છે. જેથી જસદણ PGVCL તંત્રના જવાબદારો દ્વારા આ ખુલ્લી વિજપેટીના લીધે કોઈ મોટી શોર્ટસર્કીટની દુર્ઘટના બને તે પૂર્વે વીજપેટીને બંધ કરવાની કામગીરી હાથ ધરાય તેવું ઈચ્છી રહ્યા છે.

જીઈબીમાંથી દક્ષિણ ગુજરાત વીજ કંપની બન્યા બાદ તેના યુનિટ ચાર્જ બમણા થયા છે. તે સિવાય કંપનીએ અન્ય કોઈ સુવિધાઓ સુધારી નથી. વળી ફ્યુઝની જગ્યાએ ખુલ્લા જીવતા વાયર લટકેલા નજરે ચડે છે. અહી થાંભલા પર આડેધડ મુકેલા ફ્યુઝ લટકતા જોવા મળે છે. ફ્યુઝની જગ્યાએ માત્ર તાર લગાડી દેતા વીજ પુરવઠો વધી જતા આ જીવંત તારના લીધે ઈલેક્ટ્રીક ઉપકરણો સળગી જવાના બનાવો બને છે. આવી ડીપી નજીકથી પસાર થતાં મૂંગા પશુઓ અને નાના બાળકોને કરંટ લાગવાના બનાવો બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...