જસદણ અને વીંછિયાના ઔદ્યોગિક વિકાસને વેગ મળે તેમજ સુદ્રઢ અને સલામત વાહન વ્યવહાર માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા જસદણ-આટકોટ ફોરલેન રોડનું રાજ્યના કેબીનેટ મંત્રી બાવળિયાએ રોડના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરને સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું.
ફોરલેન રાજકોટ, અમરેલી, ભાવનગર હાઈ-વેને જોડતો મુખ્ય રોડ બની જશે. આ ફોરલેન બનાવવા બાવળીયાએ ગુજરાત સરકારમાં કરેલી રજૂઆતના પગલે રૂ. 12 કરોડની જંગી રકમ ફાળવવામાં આવી હતી અને હાલ આ રોડની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગયા વર્ષે લોકડાઉન, અન્ય કારણોસર થોડી ધીમી પડી ગઈ હતી. જે બાદમાં પુનઃ વેગવંતી બનાવી દેતા હાલ આ પ્રોજેક્ટની અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. જે થોડા જ સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે.
ત્યારે કેબીનેટ મંત્રી દ્વારા ફોરલેનના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરને સાથે રાખીને સમગ્ર રોડની કામગીરી બાબતે નિરીક્ષણ કરી વરસાદી પાણીનો રોડ પરથી યોગ્ય નિકાલ થાય અને સ્ટ્રીટ લાઈટ મૂકવા સહિતના સૂચનો કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.