તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જામગરી બંદૂક અને છરા સાથે એક શખ્સની ધરપકડ, ગ્રામ્ય SOGએ બાતમીના આધારે દરોડો પાડ્યો

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • જસદણના સોમલપરમાંથી દબોચી લીધો

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.એ જસદણના સોમલપર ગામની સીમમાં દરોડો પાડી દેશી બનાવટની જામગરી બંદુક અને છરા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા શખ્સો પર વોચ રાખી અને આવા શખ્સોને પડકી લેવા માટે એસ.ઓ.જીની ટીમને સુચના આપવામાં આવી હતી

જેના પગલે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.નો સ્ટાફ બાતમીના આધારે જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન જસદણના સોમલપર ગામની સીમમાં દરોડો પાડી વાડી માલિક સંતોષ ભોળાભાઈ સોલંકીને દેશી હાથ બનાવટની જામગરી બંદુક અને છરા નંગ-190 સાથે પકડી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ આ ગુનામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં તેની પોલીસે પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...