સમસ્યા:જસદણમાં મોતીચોકથી ચિતલીયાના ટાંકા સુધીના રોડમાં ડામર શોધવો મુશ્કેલ

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાનું નિંભર તંત્ર રસ્તા બાબતે ગંભીરતા દાખવવાના મૂડમાં જ નથી

જસદણ નગરપાલિકાના પાપે હાલ શહેરભરના રોડ-રસ્તાઓ અતિ દયનીય અને અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ચાલવું પણ માથાના દુખાવા સમાન બની ગયું છે. છતાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરભરના રોડ-રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવતી ન હોવાથી નગરજનો ભારે મુંજવણ અનુભવી રહી છે. ત્યારે જસદણ શહેરની મધ્યમાં આવેલ મોતીચોકથી લઈને ચિતલીયાના ટાંકા સુધી લાખોના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો હતો.

પરંતુ વરસાદના પગલે હાલ આ રોડમાં ડામર શોધવો પણ મુશ્કેલ બની જવા પામ્યો છે. અતિ બિસ્માર રોડના લીધે અનેક નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા આ રોડની કામગીરી કરવામાં આવતી ન હોવાથી ચાલકો ભારે મુંજવણમાં મુકાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...