રાજકોટ જિલ્લાના જસદણની રાજાવડલા(જસ) નાની સિંચાઈ યોજના ડેમમાંથી કોઠીના ખેડૂતોને ઉનાળા દરમિયાન ધોરીયા મારફત ત્રણ પાણ આપવાનું નક્કી કરાયું હતું. જેના ગામના ખેડૂતોએ ફોર્મ ભરી સિંચાઈ વિભાગને અંદાજે રૂ.50 હજારથી વધુ રકમ જમા કરાવેલ હતી. તેમ છતાં સિંચાઈ વિભાગે એક-બેવાર પાણી આપી ધોરીયા બંધ કરી દેવાતા ખેડૂતોને ખરા સમયે પાણી મળતું બંધ થતા ઊભેલો પાક મુરઝાઈ રહ્યો હતો.
જો ગામના ખેડૂતોને ધોરીયા મારફત પાણી આપવામાં નહી આવે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થશે, ખેડૂતોના ઉંચા ભાવના બિયારણ-ખાતરના ખર્ચાઓ વ્યર્થ જશે, ખેડૂતો પાયમાલી તરફ ધકેલાશે તેવી દહેશત સેવાઈ રહી હતી. જેથી ગામના 50 ખેડૂતોએ જસદણ પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી.
તાત્કાલિક કોઠીના ખેડૂતોને પિયત માટે પાણી નહી અપાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. ખેડૂતોએ નિયમ મુજબ ત્રણ પાણ માટેની રકમ સિંચાઈ વિભાગને ભરપાઈ કરી હતી તેવા ખેડૂતોને કોઈ કારણોસર સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવાનો ઈન્કાર કરાતા નારાજગી ઉઠી હતી.
હાલ રાજાવડલા(જસ) ડેમમાં 7 ફૂટ પાણી ભરેલું છે, ગત વર્ષે જ પાણીનો ખેતી માટે ઉપયોગ કરવા માટે છૂટ આપવામાં આવી હતી. અચાનક કોઠીના ખેડૂતોને ધોરીયા મારફત પાણી આપવાનું બંધ કરતા ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જેથી ખેડૂતોએ સિંચાઈ વિભાગને ભરપાઈ કરેલી રકમ મુજબ તાત્કાલિક ખેડૂતોને ખૂટતું પાણી આપવામાં નહી આવે તો જસદણ પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાતા સિંચાઈ વિભાગ મુંઝવણમાં મુકાઈ ગયું હતું.
અહેવાલ ગત તા. 28ના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતા સિંચાઈ વિભાગ તંત્ર ઉંઘમાંથી જાગ્યું હતું અને કોઠીના ખેડૂતોને ધોરીયા મારફત પિયત માટેનું પાણી આપવામાં આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ખેડૂતોએ પાણી માટે રકમ ભરી દીધી, છતાં સિંચાઇ વિભાગે પાણી બંધ કર્યું
હાલ રાજાવડલા(જસ) ડેમમાં સિંચાઈ માટેનું 7 ફૂટ જેટલું પાણી ભરેલું છે. ગત વર્ષે તમામ પાણીનો ખેતી માટે ઉપયોગ કરવા માટે છૂટ આપવામાં આવી હતી. છતાં અચાનક કોઠી ગામના ખેડૂતોને સિંચાઈ વિભાગે પાણી આપવાનું બંધ કરી દેતા ખેડૂતો ભારે મુંજવણમાં મુકાઈ ગયા હતા.
રાજાવડલા(જસ) નાની સિંચાઈ યોજના ડેમમાંથી કોઠી ગામના ખેડૂતોને ઉનાળા દરમિયાન ધોરીયા મારફત ત્રણ પાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના કોઠી ગામના ખેડૂતોએ ફોર્મ ભરી નિયમાનુસાર સિંચાઈ વિભાગને અંદાજે રૂ.50 હજારથી વધુ રકમની ફાર્મ પણ જમા કરાવેલ હતી. તેમ છતાં એક-બે વાર પાણી આપી ધોરીયા બંધ કરી દેવામાં આવતા ઉનાળાના ખરા સમયમાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલો પાક મુરઝાઈ રહ્યો હતો.
જો તાત્કાલિક કોઠી ગામના ખેડૂતોને ધોરીયા મારફત પાણી આપવામાં નહી આવે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થશે અને ખેડૂતોના ઉંચા ભાવના બિયારણ-ખાતરના ખર્ચાઓ વ્યર્થ જશે અને ખેડૂતો પાયમાલ તરફ ધકેલાઈ જશે તેવી ખેડૂતો દ્વારા ચિંતા વક્ત કરવામાં આવી હતી.
અત્યારે પાણી ન મળ્યું હોત તો પાક મુરઝાઇ જાત
દિવ્ય ભાસ્કરે અમને સહકાર આપ્યો એટલે ઊભેલો તલનો પાક બચી ગયો. નહિતર સાવ નિષ્ફળ જવાનો હતો, અત્યારે સિંચાઈ વિભાગે અમને ખરા સમયે પાણી આપ્યું એટલે સારું થયું. નહિતર અમે પાયમાલ થઈ જાત. હું ખેડૂતો વતી દિવ્ય ભાસ્કરનો આભાર માનું છું કે તેઓએ ન્યાય અપાવવા માટે મદદ કરી, ભગવાન તમારું સારું કરે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. જો દિવ્ય ભાસ્કર અમારી સાથે ન હોત તો અમારે નુકસાની વેઠવાનો જ વારો આવત. - એભલભાઇ બાલસરા, ખેડૂત, કોઠી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.