આવેદન:જસદણમાં ડહોળા પાણી વિતરણ અને ગંદકીની સમસ્યા હલ કરવા રજૂઆત

જસદણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફાઈ સહિતના પ્રશ્ને પાલિકાના કોંગ્રેસના સભ્યોએ ચીફઓફિસરને આવેદન આપ્યુ

જસદણમાં ડહોળું પાણી, ગંદકી સાફ-સફાઈનો અભાવ સહિતના પ્રશ્ને પ્રાંતઅધિકારીને પાલિકાના કોંગ્રેસના સભ્યોએ આવેદન આપી નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે.

જસદણ પાલિકાના સભ્ય હરેશ ભીમભાઈ ધાધલ, બસીરભાઈ પરમાર, આરતીબેન અંબાણી, શહેનાઝબેન પરમાર, પ્રવીણભાઈ પરમાર, જયેશભાઈ મયાત્રા સહિતનાએ ડેપ્યુટી કલેકટર અને જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જસદણના તમામ સાત વોર્ડમાં છેલ્લા 15 દિવસથી અનિયમિત પાણી વિતરણ થાય છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ગંદા પાણીનું વિતરણ થાય છે. જસદણ શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઇ કરવામાં આવતી નથી. દુર્ગંધ વાળું પાણી વિતરણ થવાથી જસદણના લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઇ રહી છે. અનેક વિસ્તારોમાં ગટરો ઊભરાય છે અને કચરાના ઢગલા પડયા હોવાથી વધારે ગંદકી ફેલાય છે અને રોગચાળાનો ભય રહે છે. નગરપાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી શુદ્ધ પાણી વિતરણ થતું નથી. ખુદ જસદણ નગરપાલિકાની કચેરી જ્યાં કાર્યરત છે તેના કેમ્પસમાં પણ અનેક જગ્યાએ કચરાના ઢગલા પડ્યા છે. નિયમિત શુદ્ધ પાણી વિતરણ કરવા તથા શહેરના તમામ વિસ્તારમાં નિયમિત સફાઈ કરવાની માગણી કોંગ્રેસના અનેક સભ્યોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...