તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:કમળાપુર પાસે બાયો મેડિકલ વેસ્ટના નિકાલ મુદ્દે તબીબોને નોટિસ આપવાના બદલે બધું જ GPCB પર ઢોળી દીધું

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ આરોગ્યતંત્રની ટીમ દોડી, પરંતુ માત્ર પંચરોજકામ કરી હાથ ખંખેરી લીધા

જસદણ તાલુકાના કમળાપુર ગામ નજીકથી હોસ્પિટલોમાં વપરાયેલા ઈન્જેક્શનો, દવાઓના રેપર, બ્લડના સેમ્પલ સહિતનો બાયો મેડીકલ વેસ્ટનો જંગી જથ્થો રોડ પરથી મળી આવ્યો હતો. આ મેડીકલ વેસ્ટનો જથ્થો જાણે જસદણ તાલુકાના કમળાપુર ગામમાં દવાખાનાના હાટડા નાંખીને બેઠેલા તબીબો દ્વારા જ ખુલ્લેઆમ ફેંકવામાં આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. છતાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોઇ પણ તબીબોને નોટીસ આપી મૂળ સુધી પહોંચવાના બદલે જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ બધું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર ઢોળી દેવાનો પ્રયાસ કરાતા જસદણ આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અમારા ધ્યાનમાં નહોતું આવ્યું
અમે સ્થળ તપાસ કરી તો ત્યાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. જેમાં ઈન્જેકશન અને વાયલ વગેરે મળી આવ્યું હતું. આ જથ્થો રોડની સાઈડમાં ખાડામાં પડ્યો હતો એટલે અમને આજદિન સુધી ધ્યાનમાં આવ્યો ન હતો. આ જથ્થો નાખનારાઓ સામે શું કાર્યવાહી કરવી તે બ્લોક હેલ્થ અધિકારી દ્વારા આગળ નક્કી કરાશે. - ડો.હીના સાંકરીયા, આરોગ્ય કર્મી,જસદણ

​​​​​​​આ બધું જીપીસીબીમાં આવે છે
અમે આ અંગે એકપણ ડોક્ટરને નોટિસ આપી નથી પણ અમે જીપીસીબીમાં જાણ કરી છે. મેં જિલ્લા લેવલે પૂછ્યું કે આમાં આપણે શું કાર્યવાહી કરી શકીએ પરંતુ ત્યાંથી જણાવવામાં આવ્યું કે આપણે કોઈ ડોકટરોને નોટિસ આપી ન શકીએ. જો સરકારી હોય તો અમારામાં આવે બાકી પ્રાઈવેટ બધું જીપીસીબીમાં આવે. આજે અમે પંચરોજકામ કર્યું છે.અમારે કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. - ડો.ધવલ ગોસાઈ, બ્લોક હેલ્થ ઓફિસર,જસદણ

અન્ય સમાચારો પણ છે...