તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વીંછિયા ગામે ખેડૂત સેવા સંગઠને કરી ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાની હોળી

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જો સરકાર કાળા કાયદા પરત નહીં ખેંચે તો ઉગ્ર આંદોલનની ચીમકી

ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી હોળીના દિવસે ભારતીય જનતા પાર્ટીના શાસનકાળની અંદર થઈ રહેલા ખેડૂત સાથેના અન્યાયના વિરોધમાં અને ત્રણ કાળા કાયદાના વિરોધમાં વીંછિયા તાલુકાની અંદર ત્રણ કાળા કાયદાની હોળી પ્રગટાવવામાં આવી હતી.

આ તકે સરકાર વહેલામાં વહેલી તકે ત્રણ કાળા કાયદા પરત ખેંચે અને દરેક જણસીમાં એમએસપી ભાવ નક્કી થાય તેમજ દિલ્હી આંદોલનની અંદર શહીદ થયેલા તમામ ખેડૂતોને શહીદનો દરજ્જો આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે ત્રણ કાળા કાયદાની હોળી પ્રગટાવવામાં આવી હતી. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ત્રણ કાળા કાયદા પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ગુજરાતની અંદર શરૂઆત થશે તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી.

આ તકે ઉપસ્થિત ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેડૂતો દિન-પ્રતિદિન આત્મહત્યા કરી રહ્યા છે અને દેવાદાર પણ બની રહ્યા છે. છતાં પણ આ બહેરી મૂંગી સરકાર ખેડૂતોની એક પણ વાત સાંભળવા માટે તૈયાર નથી. તો આવી સરકારની કોઈ ખેડૂતને જરૂર નથી અને માત્રને માત્ર સરકાર ખેડૂત વિરોધી છે એવું ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો