તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સાણથલી ગામે કોંગ્રેસની ખેડૂતો સાથેની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ જ ભુલાયું

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણ તાલુકાના સાણથલી ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોઓર્ડીનેટર વિનુભાઈ ધડુકના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ છગનભાઈ વોરા, સરપંચ હસુભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો અને સહકારી ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં કોંગ્રેસના આગેવાનો અને ઉપસ્થિત ખેડૂતો કોરોના મહામારીને ભૂલી ગયા હોય તેમ ટોળેવળી સોશિયલ ડિસ્ટન્સ ભૂલી જતા રાજ્ય સરકાર અને કોરોનાને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું. જોકે ભાજપના કાર્યક્રમમાં પણ ઠેરઠેર આવું જ ચિત્ર જોવા મળતું હોય છે છતાં પાવરધું તંત્ર કંઈ કરી શકતું નથી અને ચુપચાપ તમાશો જોયા કરતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...