અપીલ:રાજકારણમાં સરપંચથી માંડી સાંસદ પાટીદાર હોવો જોઇએ: નરેશ પટેલ

જસદણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંદોલનકારીઓ સામેના કેસ પરત ખેંચવા સરકારને અપીલ કરાશે
  • જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવન, શહીદ ​​​​​​​સ્મારકનું લોકાર્પણ

જસદણમાં પાટીદાર યુવાનોની ટીમે જે સાહસ કરી બતાવ્યું તે પ્રેરક છે. ક્લાર્કથી માંડીને કલેક્ટર પાટીદાર યુવાનો હોવા જોઇએ અને રાજકારણમાં સરપંચથી સાંસદ પાટીદાર હોવા જ જોઇએ. જે તે સમયે આંદોલન વખતે આંદોલનકારીઓ સામે જે કેસ થયા છે તેનો નિવેડો લાવીશું એવું સરકારે વચન અાપ્યું છે, તે રાજ્ય સરકારને ફરી યાદ અપાવીશું, તેવો સ્પષ્ટ અભિપ્રાય ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ સમારોહમા ઉચ્ચાર્યો હતો.

જસદણમાં નવા આકાર પામી રહેલા પાટીદાર શૈક્ષણિક ભવન અને પાટીદાર અનામત આંદોલનમાં શહિદ થયેલા 14 વીરોના સ્મારકના લોકાર્પણ પ્રસંગે ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયા માતા સંસ્થાન ઉંઝાના પ્રમુખ મણીદાદા, રાજકોટ સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુની સ્વામી, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, લાલજીભાઈ પટેલ, અલ્પેશ કથીરિયા સહિત પાટીદાર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જસદણમાં વર્ષોથી જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાના પ્રયાસથી પાટીદાર સમાજને ફાળવવામાં આવેલી જમીનમાં જસદણનાં કમળાપુર ગામના અને પાટીદાર અનામત આંદોલનના આગેવાન દિનેશભાઈ બાંભણીયા, પાસની ટીમ અને સ્થાનિક પાટીદાર સમાજના આગેવાનોના સહયોગથી ટૂંકા ગાળામાં પાટીદાર શૈક્ષણીક ભવન કાર્યરત થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...