ઝઘડો:નાની લાખાવાડ ગામમાં નરાધમ પુત્રે પિતાને લાકડીથી માર માર્યો

જસદણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમવા બાબતે ઝઘડો કર્યો, પિતાને ઇજા થતા સારવારમાં ખસેડ્યા

જીવન સંધ્યાએ પહોંચેલા વડીલો અને માતા પિતાની એવી ઇચ્છા હોય કે જુવાની તો નીકળી ગઇ, ઘડપણ શાંતિથી અને સારી રીતે વીતે, જે બાળકોને મોટા કરવા માટે જીવનનો મહત્તમ સમય ખર્ચી નાખ્યો હોય એ જ સંતાનો ઘડપણમાં જમવાનું અાપવાને બદલે માર મારે, હડધૂત કરે, ઇજા કરે અને અપમાન કરે તો વિચારી લેવું ઘટે કે સમાજ કઇ દિશામાં આગળ વધી રહ્યો છે. આજે વધુને વધુ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે ઘડપણમાં દીકરાઓ મા બાપને સાચવવાને બદલે માર મારતા હોય.

જસદણના નાની લાખાવાડ ગામે જમવા બાબતે ઝઘડો કરીને નરાધમ પુત્રએ પિતાને લાકડી વડે ઢોર માર મારતા સારવારમાં ખસેડયા હતા. જે અંગે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં લાખાવાડમાં રહેતા કડવાભાઈ ભુરાભાઈ રાઠોડે(ઉ.વ.70) જણાવ્યુ કેે મારે સંતાનમાં 4 દીકરી અને 5 દીકરા છે.

જેમાં સૌથી નાનો રાજેશ છે. મારા બધા દીકરા અલગ-અલગ રહે છે અને હું નાના દીકરા રાજેશ સાથે રહું છું. તેમજ દોઢ મહિનાથી આ રાજેશ ઘરે અવારનવાર ઝઘડો કરે છે. તેના વહુ મંજુબેન કે જે માવતરે છે અને તેના સાથે પણ ઝઘડો કર્યા કરતો હતો.

ગત તા.5 ના રાત્રે દીકરો રાજેશ ગામમાંથી દૂધ ભરાવી પરત વાડીએ આવી જમવાનું તૈયાર ન હોય જેથી મારી સાથે જેમફાવે તેમ ભૂંડી ગાળો આપી અને લાકડીથી માર મારતા મારા દીકરા બળવંતભાઈ અને મગનભાઈ તથા તેનો પરિવાર આવી મને છોડાવ્યો હતો.બાદમાં આ રાજેશ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં રાત્રે મને મારા દીકરાઓ દ્વારા જસદણના સરકારી દવાખાને ખસેડયો હતો.

અન્ય સમાચારો પણ છે...