પશુ તોફાને ચડ્યું:જસદણની અશ્વમેધ સોસાયટીમાં રોઝડાએ આતંક મચાવતા લોકોમાં નાસભાગ મચી ગઇ

જસદણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહેણાક વિસ્તારમાં આવ્યા બાદ પશુ તોફાને ચડ્યું, વાહનોને નુકસાન કર્યું

જસદણ શહેરની મધ્યમાં આવેલ ટાવરચોક વિસ્તારમાં અશ્વમેઘ સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં રોઝડુ આવી ચડતા રોઝડાએ તાંડવ મચાવતા અનેક લોકો તેમના ફ્લેટમાં ફસાયા હતા. આ અંગેની મળતી મુજબ, જસદણ શહેરની મધ્યમાં ટાવરચોક વિસ્તારમાં અશ્વમેઘ એપાર્ટમેન્ટ આવેલું છે.

જે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઈજાગ્રસ્ત હાલતમાં એક રોઝડું આવી ચડ્યું હતું. તે રોઝડાને શરીરે ઈજાઓ પહોંચેલી હોવાથી પાર્કિંગમાં ધમાલ મચાવતા પાર્કિંગની બહાર નીકળવાની લોખંડની જાળી, દરવાજો લોકોએ સલામતી માટે બંધ કરી દીધો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને પશુ ડોક્ટર સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રોઝડાની રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

અંદાજે દોઢ કલાકની મહેનતના અંતે ફોરેસ્ટ વિભાગની ટીમે રોઝડાને રેસ્ક્યું કરી તેને બાંધીને રિક્ષામાં લઈ ગયા હતા અને તેની સારવાર કરી હતી. રોઝડાએ ધમાલ મચાવતા અંદાજે 3 બાઈકને નુકસાની પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, જે સોસાયટીમાં રોઝડું ઘુસી ગયું હતું ત્યાં ફ્લેટમાંથી નીચે આવવાના રસ્તે જ સવારે આ ઘટના બનતા અનેક વેપારીઓ દુકાને જવા માટે ફ્લેટમાંથી બહાર નીકળી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...