તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોર બેદરકારી:જસદણમાં પોલારપર રોડ પર ગટરના પાપે ભૂવા પડ્યા

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણમાં ચોમાસાનું આગમન થયા બાદ નગરપાલિકાની અણઆવડતના લીધે દિનપ્રતિદિન રોડ-રસ્તા, પાણી, સફાઈ સહિતની વિવિધ સમસ્યાઓ ફાટીને ધુમાડે ગઈ છે. છતાં જવાબદાર નગરપાલિકા તંત્ર દ્વારા એકપણ સમસ્યાઓ હલ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. જસદણ શહેરના વિકાસ અર્થે જસદણ નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડના સંયુક્ત ઉપક્રમે કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ભૂગર્ભ ગટર નાખવા માટે રોડ-રસ્તા ખોદ્યા બાદ રોડનું યોગ્ય રીપેરીંગ કામ કરવામાં આવ્યું ન હોવાથી હાલ તેની અસર જોવા મળી રહી છે. જેમાં જસદણના પોલારપર રોડ પર ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કર્યા બાદ રોડની યોગ્ય મરામત કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી ન હોવાથી જસદણ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદના લીધે રોડ બેસી જવા પામ્યો છે. જેના કારણે આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. જેથી જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના પોલારપર રોડ પર બેસી ગયેલા રોડની તાત્કાલિક મરામત કામગીરી કરવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...