સમસ્યા:જસદણમાં પરિણીતાને સમૂહમાં લગ્ન શું કામ કરાવ્યા કહી ત્રાસ

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભા હતી ત્યારે પતિએ દવા ન કરાવતા મીસ કેરેજ થયાનો આક્ષેપ

હાલ રાજકોટમાં સંતકબીર રોડ પર માવતરના ઘરે રહેતી પરિણીતાએ જસદણમાં રહેતા તેના પતિ સહિતના સાસરીયા સામે શારીરીક-માનસીક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં સંતકબીર રોડ પર બાલાકૃષ્ણ સોસાયટી મેઈન રોડ પર રહેતી નિશા(ઉ.વ.22) નામની પરિણીતાએ જસદણમાં રહેતા તેના પતિ હાર્દિક વાઘેલા, સસરા રમણીક વાઘેલા, સાસુ મધુબેન, જેઠ યોગેશ તેમજ નણંદ દક્ષાબેન કલ્પેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પરિણીતાના ગત તા.10/11/17 ના હાર્દિક સાથે લગ્ન થયા હતાં.

લગ્નના દોઢેક માસ સારી રીતે રાખ્યા બાદ તું માવતરના ઘરેથી કંઈ લાવી નથી. તારા લગ્ન સમૂહલગ્નમાં શું કામ કરાવ્યા કહી સતત મેણા ટોણા મારી સાસરીયા ત્રાસ આપતા હતા. પતિને વાત કરતા તે પણ ત્રાસ આપતો હતો. વધુમાં પરિણીતાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, સર્ગભાવસ્થા દરમિયાન પતિ-સાસરીયા દવા તથા સારવારનો ખર્ચ ન આપતા મીસ કેરેજ થયુ હતું. દવાની આ વાતને લઈ ફરિયાદીના પિતા તેના વેવાઈના ઘરે સમજાવવા આવતા જમાઈ હાર્દિક તેને મારવા દોડ્યો હતો. બાદમાં પરિણીતાના પિતા તેને માવતર લઈ ગયા હતા. બાદમાં તેમણે આ ફરિયાદ લખાવી હતી. આ બનાવમાં પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે તેણીના પતિ સહિતના સાસરીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...