નિર્ણય:જસદણ તાલુકા સેવાસદન કચેરીમાં બંને ડોઝ લેનારને જ પ્રવેશ મળશે તેવા બોર્ડ લાગ્યા

જસદણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વાઇરસના વધતા જતા કેસને લઈને સાવચેતીના ભાગરૂપ નિર્ણય લીધો
  • સાવચેતીના આ નિયમનું પાલન કેવું અને કેટલું થશે એ તો સમય જ બતાવશે

જસદણ તાલુકા સેવાસદન કચેરી દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જસદણ તાલુકા સેવાસદન કચેરી દ્વારા કોરોના વેક્સિનને લઈને ગેટ પર બોર્ડ લગાડવામાં આવ્યા છે. જે બોર્ડમાં લખવામાં આવ્યું છે કે, સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈન મુજબ કોવીડ-19 ની રસીના બે ડોઝ લીધેલ હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે.

જેથી હવે જસદણ તાલુકા સેવાસદન કચેરીમાં એન્ટ્રી લેવા માટે અરજદારોને કોરોના વેક્સિનના બન્ને ડોઝનું સર્ટીફીકેટ બતાવવું ફરજીયાત રહેશે અને ત્યારબાદ જ કચેરીમાં પ્રવેશ મળશે. જોકે જસદણમાં કોરોના વાયરસના વધતા જતા કેસને લઈને સાવચેતીના ભાગરૂપે તાલુકા સેવાસદન કચેરીના ગેટે આ બોર્ડ લગાડવામાં આવ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...