મતદાનની ફરજ નિભાવી:જસદણ બેઠક પર 250 વયોવૃદ્ધે ઘરબેઠાં બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું

જસદણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ જવાનો- શિક્ષકોએ મતદાનની ફરજ નિભાવી

જસદણ વિધાનસભા બેઠકમાં મોટી ઉંમરના વડીલોએ ઘરે બેઠા મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત જસદણ વિધાનસભા બેઠકના ગામડાઓમાં 80 વર્ષથી મોટી વયના 250 વડીલો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે ફોર્મ 12 ડી ભરવાનું હતું.

જસદણ વિધાનસભા બેઠક માટે કુલ 261 લોકોએ ફોર્મ 12 ડી ભર્યું હતું. જે પૈકી 250 વયોવૃદ્ધ મતદારોએ તેમના ઘરે બેઠા મતદાન કર્યું હતું. ઉપરોક્ત મતદાન કરાવવા માટે પ્રીસાઈડીંગ ઓફિસર, પોલીંગ એજન્ટ, વિડીયોગ્રાફર સહિતની ચૂંટણી તંત્રની ટીમ તમામ વડીલ મતદારોના ઘરે ગઈ હતી અને બેલેટ પેપર દ્વારા મતદાન કરાવ્યું હતું. જસદણ બેઠકના ચૂંટણી અધિકારી આર. જી. આલ, નોડલ અધિકારી અને મામલતદાર સંજયસિંહ અસવારના માર્ગદર્શન હેઠળ તમામ વડીલ મતદારો માટેની વ્યવસ્થા નાયબ મામલતદાર ડી. જી. આચાર્ય દ્વારા કરવામાં આવી હતી.

બીજી તરફ જસદણના ચોટીલા રોડ પર આવેલ મોર્ડન સ્કૂલ ખાતે જસદણ, આટકોટ, ભાડલા અને વિંછીયાના પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનોએ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. સાથોસાથ જસદણ-વિંછીયા વિસ્તારના શિક્ષકોએ પણ મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...