તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જસદણમાં ડો. બોઘરાના પોસ્ટર પર રાતોરાત બાવળિયાના પોસ્ટર લાગ્યા

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલમાં - Divya Bhaskar
હાલમાં
  • ભાજપ પૂર્વ પ્રમુખ સહિતનાએ પાટીલને માફીપત્ર લખી ખુલાસો કર્યો

હાલ દેશભરમાં કોરોનાની માહામારી ચાલી રહી છે. ત્યારે જસદણમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના પોસ્ટર પર મંત્રી બાવળીયાના પોસ્ટર લાગતા ભારે વિવાદ છંછેડાયો હતો. આ પોસ્ટરો લાગતા બાવળીયા અને ડો.બોઘરા જૂથ વચ્ચેનો ખટરાગ ફરી ચરમસીમાએ પહોંચ્યો હતો.

આ પોસ્ટર લગાવવા અંગે જસદણ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ ધીરૂ ભાયાણી, જસદણ પાલિકા ઉપપ્રમુખ દિપકકુમાર ગીડા, વર્ષાબેન સંજયભાઈ સખીયા, કેતન બી. લાડોલા, કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયા, મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી અને જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવતએ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી ખુલાસો કર્યો હતો અને માફ કરવાની પણ વાત કરી હતી.

અમે પક્ષને જ મોટો કરવા માગીએ છીએ!
ભાજપના આગેવાનોએ પાટીલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અમે મંત્રી બાવળીયાના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. બોઘરાના હોર્ડિંગ ઉપર હોર્ડિંગ લગાવવાનું કારણ એટલું જ હતું કે તેમનું કોવિડ કેર સેન્ટર બંધ કરવાની જાહેરાત તા.7 મેના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ અમોએ તા.9મે એ હોર્ડિંગ્સ લગાવ્યા હતા.

બીજા કોઈ કોમર્શિયલ હોર્ડિંગ ન લગાવે એ માટે અમોએ આ હોર્ડિંગ લગાવ્યું છે. બોઘરા જેટલા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે એ કરતા ઘણા વધારે સમયથી અમો ભાજપના કાર્યકર્તા તરીકે છીએ. જ્યારથી નવું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે ત્યારથી આજ સુધી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે ડો.ભરત બોઘરાએ એક પણ વખત મુલાકાત લીધી નથી.

અન્ય સમાચારો પણ છે...