તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:જસદણમાં પાટીદાર સમાજના 92 લોકો રસી લઇ સુરક્ષિત બન્યા

જસદણ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેળવણી મંડળ, ખોડલધામ સમિતિ દ્વારા કેમ્પ

કોરોના વાયરસ ફરી દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. જેના કારણે દેશભરના લોકો કોરોનાના નામથી ફફડી રહ્યા છે ત્યારે આટકોટ રોડ પર નવનિર્માણ પામનાર પાટીદાર શૈક્ષણિક ટ્રેનીંગ યુનિટ-1 ખાતે લેઉવા પટેલ કેળવણી મંડળ અને ખોડલધામ તાલુકા સમિતિ જસદણ દ્વારા કોરોના રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.

જેમાં ગુજરાત પાસના આગેવાન દિનેશભાઈ બાંભણિયા, જસદણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરતભાઈ છાયાણી, પાટીદાર આગેવાન નરેશભાઈ ચોહલીયા, કમલેશભાઈ હીરપરા, ભુપતભાઈ કેરાળીયા, રમેશભાઈ જસાણી, ગજેન્દ્રભાઈ રામાણી અને નરેશભાઈ દરેડ સહિતના પાટીદાર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં પાટીદાર સમાજના 92 ભાઈ અને બહેનોએ કોરોનાની રસી લઈ સુરક્ષિત બન્યા હતા. આ કેમ્પ પૂર્ણ થયા બાદ પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનોએ ભોજન પ્રસાદનો લાભ પણ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો