તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ઉજવણી:જસદણના બોઘરાવદર ગામમાં તરુણે પોતાના 12મા જન્મદિને 12 ગામમાં 12,000 રોપાનું વિતરણ કર્યું

જસદણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
હર્ષ સેજપાલે પોતાના જન્મદિવસની હરિયાળી ઉજવણી કરી દાખલો બેસાડ્યો - Divya Bhaskar
હર્ષ સેજપાલે પોતાના જન્મદિવસની હરિયાળી ઉજવણી કરી દાખલો બેસાડ્યો
  • પોતાના સહિત ડઝન ગામને હરિયાળા બનાવવાનો સંકલ્પ લઇ અન્યોને પણ આપી શીખ

આજકાલ યુવાનો પોતાના જન્મ દિવસની ઉજવણીનો સમય તેમના મિત્રો સાથે હોટેલોમાં કે હરવા-ફરવામાં વેડફતા હોય છે. ત્યારે જસદણ તાલુકાના બોઘરાવદર ગામે રહેતા હર્ષપાલ રાજેશભાઈ મેર નામના યુવાને 11 વર્ષ પૂર્ણ કરી 12 માં વર્ષમાં પ્રવેશ કરતા 12 ગામોન હરિયાળા બનાવવાના સંકલ્પ સાથે 12,000 વૃક્ષોના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરી અન્ય યુવાનોને નવી પ્રેરણા આપી હતી. જો કે આ યુવાનના પરિવારજનો પણ વૃક્ષોના રોપા વિતરણના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા હતા. હાલ અનેક સેવાકીય સંસ્થાઓ અને આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ યુવાને પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી 12 ગામોમાં 12,000 વૃક્ષોના રોપાનું વિતરણ કરતા 12 ગામોના સરપંચ અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ તેમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

આટલા ગામને મળ્યો લાભ
જસદણ નજીકના બોઘરાવદર, ભંડારીયા, ગઢડીયા(જામ), રામળીયા, આધીયા, ખડવાવડી, રાજાવડલા(જામ), કનેસરા, શાંતિનગર, ભાડલા, દહીંસરા અને રાજાવડલા(જસ) ગામે યુવાન દ્વારા વિવિધ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વૃક્ષોના રોપાનું વિતરણ
સીતાફળ, જામફળી, રાવણા, કરંજ, કરેણ, ખાટી આંબલી, ગુલ મહોર, ઉમરો, કડવા લીંબડા, મીઠા લીંબડા, તુલસી, અશ્વગંધા, બોરસલી, આસોપાલવ, પેલ્ટોફોરમ, બીલી, સિરસ, જાસુદ, આમળા, હરડે, સીસમ, સરગવો, ગુંદા, વડ, પીપળો, પીપર, લીંબુડી, દાડમ અને ગોરસ આંબલી સહિતના વિવિધ વૃક્ષોના છોડનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...