તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આટકોટમાં વિધર્મી યુવકે છરી બતાવી સગીર યુવતી સાથે અશ્લીલ ચેનચાળા કર્યા

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે વીડિયો જાહેર કરનારા બે શખ્સની કરી ધરપકડ

આટકોટની 17 વર્ષની યુવતીને મુસ્લિમ યુવકે ધમકી આપી સીમ વિસ્તારમાં બોલાવી હતી અને મુસ્લિમ યુવક દ્વારા યુવતી સાથે શારીરીક અડપલાં કરતો વિડીયો ઉતારી સોશ્યલ મીડીયામાં જાહેર કર્યો હતો. મિત્ર પાસે વિડીયો ઉતારવાનું, ફોટા પાડવાનું કહેતા તે યુવકે બન્નેનો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. બાદમાં આ વિડીયો સોશ્યલ મીડિયામાં જાહેર કરતા આટકોટમાં રોષ ફેલાઈ ગયો હતો. યુવતીએ પોલીસમાં જણાવ્યા મુજબ, મુસ્લિમ યુવકે યુવતીને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી, પોલીસે બન્ને યુવકો સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની તપાસ જસદણના ઈન્ચાર્જ સીપીઆઈ કે. જે. રાણા ચલાવી રહ્યા છે. યુવતીના બીભત્સ વિડીયો વાયરલ કરનાર ઈબ્રાહીમ ઉર્ફે આશિક મહેબુબ હોથી, બીજો આરોપી ચેતન રામજી ઝાપડીયા નામના બન્ને શખ્સોને આટકોટ પોલીસે હાથવગા કરી લીધા હતા અને બન્નેના કોરોના રિપોર્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...