તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટની સવાણી હોસ્પિટલનો અન્યાય:3 વર્ષની બાળકીની સારવાર માટે કહ્યુ, ‘રોકડા આપો તો આજે જ ઓપરેશન, મા કાર્ડમાં કરાવો તો એક મહિના પછી !’

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સવાણી હોસ્પિટલની ફાઈલ તસવીર - Divya Bhaskar
સવાણી હોસ્પિટલની ફાઈલ તસવીર

વીંછિયાના મોટી લાખાવડ ગામની ત્રણ વર્ષની બાળકી સાથે રાજકોટની સવાણી હોસ્પિટલ દ્વારા અન્યાય કરાયો હોવાના બાળકીના પિતાએ આક્ષેપો કર્યા હતા. જેમાં બાળકીના પિતા ભરતભાઈ ધીરૂભાઈ વાલાણીએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને વડાપ્રધાનને કરેલી લેખિત રજૂઆત કરી હતી.

30 દિવસના વેઇટિંગ લિસ્ટમાં તગેડ્યાં
અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરી વિરાલી(ઉ.વ.3) ને કિડનીમાં 10 એમ.એમ.ની પથરી છે. તેનું ઓપરેશન કરવા માટે તા.23-6-2021 ના રોજ બી.ટી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરીને બુધવારે ઓપરેશન કરી નાખશું તેવું લેખિત આપેલ. જેથી અમો બુધવારના રોજ વિરાલીને લઇ હોસ્પિટલ ગયા હતા અને દાખલ થવા માટે કેસ કઢાવ્યો. પછી માં અમૃતમ કાર્ડમાં ઓપરેશન કરવાનું છે તેમ કહેતા રીસેપ્શનની બારીએથી કહેવામાં આવેલ કે રોકડામાં ઓપરેશન કરાવવાનું હોય તો આજે જ ઓપરેશન કરી આપીએ અને કાલે રજા આપી દઈએ, અને માં અમૃતમ કાર્ડમાં આ ઓપરેશન કરવાનું હોય તો એક મહિના પછી દાખલ થવાનું અને 8 દિવસ રોકાણ કરવાનું રહેશે. ​​​​​​​મારી દીકરીને કિડનીમાં 10 એમએમની જોખમી પથરી છે, બાળક દુખાવો સહન કરી શકતું નથી. છતાં 30 દિવસના વેઈટિંગમાં નામ લખીને તગેડી મુક્યા. એક માસની અંદર કિડની ફેલ થશે અથવા દીકરીને કંઈ થઇ જશે તેની તમામ જવાબદારી સવાણી હોસ્પિટલની રહેશે.