તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ મહત્ત્વની જાહેરાત:પારેવાળામાં દીકરી જન્મશે તો શિક્ષણની જવાબદારી પંચાયતની

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દીકરીનું પોસ્ટમાં ખાતું ખોલાવી ગ્રામપંચાયત રૂ.1001 જમા કરાવશે, વૃક્ષ ઉછેરે તેનો પાણી વેરો માફ

આજે જ્યારે બેટી બચાવો, પર્યાવરણનું જતન કરો અને કોરોનાથી દુર રહેવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતના મુદે સંસ્થાઓ અને સરકાર રીતસર ઝુંબેશ ચલાવી લોકોને જાગૃત કરી રહ્યા છે ત્યારે જસદણના પારેવાળા ગામના સરપંચે ત્રણ મહત્વના અને સાૈથી લોકભોગ્ય નિર્ણય લીધા છે. જેમાં મહત્વની એવી જાહેરાત એ છે કે જે કોઇ પણ ઘરમાં દીકરી જન્મશે તેના પ્રાથમિક શિક્ષણની જવાબદારી ગ્રામ પંચાયત ઉપાડશે.

જસદણ તાલુકાના પારેવાળા ગામના યુવા સરપંચ પ્રદીપભાઈ રામાવત દ્વારા આ વર્ષે હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે ગ્રામજનો માટે ત્રણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આવતી પહેલી તારીખ પછી પારેવાળા ગામના કોઈપણ નાગરિકના ઘરે દીકરીનો જન્મ થશે તો તે દીકરીના પ્રાથમિક શિક્ષણની તમામ જવાબદારી પારેવાળા ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવશે. બીજું તે દીકરીને સરકારમાંથી વહાલી દીકરી યોજના અંતગર્ત મળવાપાત્ર સહાય અપાવવામાં આવશે તેમજ તે દીકરીનું પોસ્ટમાં ખાતું ખોલાવી આપી તેમાં રૂ.1001 જમા કરાવવામાં આવશે.

ત્રીજું ગ્રામજનોને મકાન વેરામાં 50 ટકા ઘટાડો કરી આપવામાં આવશે અને જે પણ નાગરિક પોતાના ઘરે નવું વૃક્ષ વાવી તેનો ઉછેર કરશે તેનો પાણી વેરો સંપૂર્ણ માફ કરી આપવામાં આવશે તેવી પારેવાળા ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો