તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:જસદણ નગરપાલિકાને આ લોડર ભંગાર સ્વરૂપે જોવાની ઉતાવળ!

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જસદણ નગરપાલિકાને સરકાર દ્વારા નગર સાફ કરવા માટે લોડર ટ્રેક્ટર જેવા અનેક વાહનો આપવામાં આવતા હોય છે. પરંતુ નગર સાફ થાય કે ન થાય એ પહેલા જ આ લોડર ટ્રેક્ટર ધૂળધાણી થઈ જવા પામ્યું છે. જસદણ નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા મેટાડોરથી લઈ કચરો ઉપાડવા માટે અનેક વાહનોની સવલત આપવામાં આવી છે. છતાં ન કચરો ઉપાડનાર મળ્યા કે ન તો આ લોડર ટ્રેક્ટરની સારસંભાળ કરનારા મળ્યા. જસદણ નગરપાલિકાને 2008 માં નવું નક્કોર ગુજરાત સરકાર દ્વારા લોડર ટ્રેક્ટર આપવામાં આવ્યું હતું. જેમને જેતે સમયે હારતોરા પહેરાવી લોડર ટ્રેક્ટરનું ઉષ્માભેર સ્વાગત પણ કરાયું હતું.

પરંતુ હાલ આ લોડર ટ્રેક્ટર ખંઢેરમાં ધકેલાઈ ગયેલી જૂની નગરપાલિકામાં પડ્યું પડ્યું સડી રહ્યું છે. આ લોડર ટ્રેક્ટરની કિંમત રૂ.6 થી 7 લાખ થવા જાય છે અને તે રકમનો કચ્ચરઘાણ બોલી ગયો છે. આજદિન સુધી આરુઠ અધિકારીઓ અને સત્તાધીશો અનેક વખત આ જગ્યાની સામું જોઈને જતા હોય છે. પરંતુ આ લોડર ટ્રેક્ટર ક્યારેય તેમને નજરમાં આવ્યું નથી. આ લોડર ટ્રેક્ટર શોભામાં અભિવૃદ્ધિ કરશે કે ભંગારની ભારોભાર વહેંચાશે તેતો આવનારો સમય જ બતાવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો