કામગીરી સામે સવાલ:જસદણ-આટકોટ ફોરલેન પર પડ્યા મસમોટા ગાબડાં, વાહનચાલકોમાં અકસ્માતનો ભય

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરસેવો પાડી પ્રજા સરકારની તિજોરી ભરે અને તંત્ર આ રીતે પૈસાનું પાણી કરે!
  • રૂ.12 કરોડના ખર્ચે બનેલા રોડ પર ટૂંક સમયમાં જ ગાબડાં પડી જતા કામગીરી સામે સવાલ

જસદણ-આટકોટ વચ્ચેનો રોડ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો ત્રાસી ગયા હતા. જેથી રાજ્યના કેબીનેટ મંત્રીએ રૂ.12 કરોડના ખર્ચે આ રોડને ફોરલેન બનાવવા માટે મંજૂર કરાવતા આ રોડનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ રોડ બન્યાના ટૂંકા સમયમાં જ ઠેકઠેકાણે ગાબડાંઓ પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ જસદણ-આટકોટ રોડ પર દરરોજ બે હજારથી વધારે વાહનો પસાર થઈ રહ્યા છે.

જસદણના લોકોને રાજકોટ, ગોંડલ, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં જવા માટે તેમજ આટકોટ, સાણથલી વિસ્તારના પંદરથી વધારે ગામડાના લોકોને તાલુકા મથક જસદણ આવવા માટે આવા ખખડધજ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. આ રોડમાં અનેક જગ્યાએ મસમોટા ગાબડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય રહે છે.

હાલ જસદણથી આટકોટ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો કાપવામાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને આંખે ફરજિયાત ચશ્માં પહેરીને પસાર થવું પડી રહ્યું છે. જેથી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે અને આ કામના કોન્ટ્રાક્ટરને વહેલી તકે રોડનું રીપેરીંગ કામ કરવાની સૂચના આપવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...