આટકોટમાં પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા અને પ્રમુખ બાબુભાઈ અસલાલીયા તેમજ તમામ ટ્રસ્ટીઓ દ્વારા જસદણ તાલુકાના આટકોટ ગામે જે ભવ્ય હોસ્પિટલ ચાલુ થવા જઈ રહી છે. તેના ખાતમુહૂર્ત પ્રસંગને અનુલક્ષીને ટ્રસ્ટીઓની મિટિંગ મળી હતી.
આ તકે જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચર, જસદણ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ,ધારાસભ્ય બાવળિયા, દિનેશભાઈ બાંભણિયા, પાલિકા પ્રમુખ અલ્પેશભાઈ રૂપારેલીયા, અશોકભાઈ ચાંવ અને કમલેશભાઈ હીરપરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બોઘરાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલથી એકદમ રાહતદરે સારામાં સારી આરોગ્ય સેવા મળશે. તેમજ ગરીબ દર્દીઓને ફ્રીમાં સારવાર આપવાની અલગ સુવિધા ઉભી કરાઈ છે. હોસ્પિટલમાં દર્દીઓને કોઈપણ જાતની અગવડતા ન પડેતે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના નિયમો મુજબ બાંધકામ અને બીજી તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.