જસદણના આટકોટ રોડ ઉપર આવેલા પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે આજે શનિવારે બપોરે 3 વાગ્યાથી લાપસી પ્રસાદ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સંસ્થા-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહીત પાટીદાર આગેવાનો હાજર રહેશે. ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે, જસદણ પંથકમાં લાપસી પ્રસાદનું પ્રથમ વખત આયોજન થતું હોય પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લાપસી પ્રસાદનો પ્રારંભ આજે બપોર 3 વાગ્યે થશે. જેમાં જસદણ શહેરના ચિતલીયા રોડ ઉપર આવેલ હિરપરા સમાજની વાડીએથી આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં વિવિધ કલાકૃતિ અને જુદા-જુદા શણગારેલા ફલોટ સાથે વાહનો જોડાશે.રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે.
આયુષ મેળાનો લાભ લેવા લોકોને અપીલ
મહોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી ગાંધીનગર, જિલ્લા પંચાયત રાજકોટ અને સરકારી આયુર્વેદીક હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આયુષ મેળાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.
પાટીદાર સમાજના આગેવાનો , સંતો-મહંતો આપશે હાજરી
આ કાર્યક્રમમાં પરબધામના મહંત કરશનદાસબાપુ, સ્વામીનારાયણ ગુરૂકુળ-રાજકોટના શ્રૃતીપ્રકાશદાસજી, વૈષ્ણવાચાર્ય મધુસુદનલાલજી, મહંત ગંગાદાસબાપુ, એસ.પી.સ્વામી સહીતના સંતો-મહંતો હાજર રહેશે. અતિથી વિશેષ તરીકે પાસના હાર્દિક પટેલ, લાલજીભાઈ પટેલ, અલ્પેશ કથીરીયા હાજર રહેશે. કાર્યક્રમ માટે ટ્રસ્ટીઓ ભરતભાઈ છાયાણી, વલ્ભભાઈ બોદર, રમેશભાઈ હિરપરા, ભુપતભાઈ ભાયાણી, ડો.ભરતભાઈ બોઘરા અને દેવરાજભાઈ છાયાણી જહેમત ઉઠાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.