તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જસદણ તાલુકાના સાણથલીમાં આરોગ્યની સુવિધા કથળી

જસદણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આસપાસના 15 ગામના લોકોને કરવો પડે છે રઝળપાટ

જસદણના સાણથલી ગામમાં છેલ્લા એક મહિના દરમિયાન કોરોનાનું સંક્રમણ વધ્યું છે, અને આરોગ્યની સુવિધા ખાડે ગઇ હોવાથી લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. સાણથલી ગામમાં હજુ સુધી એક પણ ઉચ્ચ અધિકારી કે જવાબદાર અધિકારીએ ગામની મુલાકાત લીધી નથી અને આરોગ્ય સુવિધા અંગે જાણવાની દરકાર કરી નથી. સાણથલી ગામમાં આજુબાજુના દસ પંદર ગામને આરોગ્ય સુવિધા આવરી લેવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર છે.

જ્યાં હાલની પરિસ્થિતિને અનુરૂપ જરૂરી તાત્કાલિક આરોગ્ય સુવિધા ઉભી કરવા માટે રજૂઆતો કરવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી હાથ ઊંચા કરી દીધા છે. જેથી સાણથલી તેમજ આજુબાજુના દસ પંદર ગામના લોકો હાલમાં રામ ભરોસે છે.

સાણથલી વિસ્તાર જસદણ તાલુકાનો છેવાડાનો વિસ્તાર હોય આરોગ્ય સુવિધા માં હાલની જરૂરિયાત પ્રમાણે સુવિધા ઉભી કરવા માટે ગ્રામજનો દ્વારા જરૂરી સહયોગ આપવાની ખાતરી છતાં ઓક્સિજન સાથેની વ્યવસ્થા ખૂબ જ જરૂરી હોય છતાં આ વિસ્તાર પ્રત્યે તંત્ર દ્વારા બેદરકારી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો